શેર ટ્રેડિંગમાં 5% નફાની લાલચ આપી ₹13.10 લાખની છેતરપિંડી! સુરત સાયબર ક્રાઇમે કેરળથી મહિલાને ઝડપી | Cyber Crime
સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચે શેર ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને ₹13,10,000ની ઓનલાઇન છેતરપિંડીના કેસમાં કેરળથી સલીના ટી.ને ઝડપી પાડી હતી. મહિલા આરોપીએ તેના પુત્ર સાથે મળીને પેઢીના નામે ફેડરલ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હોવાનો અને સાયબર છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે ખાતું ઉપલબ્ધ કરાવવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ખાતામાં 9 જાન્યુઆરીથી 29 જુલાઈ, 2026 દરમિયાન કુલ ₹39,70,824ના ટ્રાન્ઝેક્શન થયાં હતાં. આ ખાતા સંબંધિત અલગ-અલગ રાજ્યોમાં 12 ફરિયાદો અને ચાર નોંધાયેલી FIRની વિગતો પણ સામે આવી છે.
ફરિયાદીને ચેટિંગ એપ્લિકેશનના ગ્રુપમાં જોડીને શેર ટ્રેડિંગમાં 5 ટકાથી વધુ નફો મળવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી અલગ-અલગ બેંક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જોકે, નાણાં ઉપાડવાની વિનંતી કરતાં રકમ ઉપાડવા દેવામાં આવી નહોતી.
#SuratCyberCrime #CyberFraud #ShareTradingFraud #SuratPolice #OnlineScam
Udhna, Surat | Oct 12, 2026