શિનોર: મોટા ફૉફળીયા ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે નવીન શાળા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
Sinor, Vadodara | Jun 28, 2024 મોટા ફોફળીયા ખાતે અંદાજિત રૂ.1 કરોડ 80 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવીન શાળા બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે.જેનું આજરોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને શિક્ષણ સમિતિના ચેરમેન જીજ્ઞેશ વસાવાના હસ્તે સવારે 11 કલાકે લોકાર્પણ કરાયું હતું.ત્યારબાદ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા અને ધોરણ 1 માં 28 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યારે કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું.