કંડલા એરપોર્ટની હવાઈ કનેક્ટિવિટી વધારવા સાંસદ વિનોદ ચાવડાની મોટી રજૂઆત
ભુજ: કચ્છના કંડલા એરપોર્ટની હવાઈ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. કંડલા એરપોર્ટના રનવેના વિસ્તરણ સાથે મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા મોટા શહેરો માટે સીધી હવાઈ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
સાંસદે કંડલા એરપોર્ટને UDAN યોજના હેઠળ વધુ નવી હવાઈ સેવાઓ સાથે જોડવા પણ રજૂઆત કરી છે. કચ્છમાં ઔદ્યોગિક, વેપારી અને પ્રવાસન પ્રવૃત્તિઓ સતત વધી રહી હોવાથી કંડલા એરપોર્ટની કનેક્ટિવિટી વધારવાથી વિસ્તારના ઉદ્યોગો, વેપારીઓ તેમજ પ્રવાસીઓને મોટી સુવિધા મળી શકે છે.
કંડલા એરપોર્ટના રનવેના વિસ્તરણ અને નવા રૂટ શરૂ થાય તો કચ્છની દેશના અન્ય મહત્વપૂર્ણ શહેરો સાથેની હવાઈ જોડાણ વ્યવસ્થા વધુ મજબૂત બનવાની શક્યતા છે. સાંસદની આ રજૂઆતથી કચ્છમાં હવાઈ સુવિધાઓના વિસ્તરણની આશા વધુ પ્રબળ બની છે.
#k