ઓઢવ વિસ્તારમાંથી એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. અહીં આવેલી એક ખાનગી કંપનીમાંથી ડિજિટલ મીટર સહિત રૂ. ૧૮.૪૫ લાખની કિંમતી મશીનરીની ચોરી થઈ છે. આ મામલે કંપનીના મેનેજર સાહિલ ગજેરા સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.