ભુજની કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી અને KCGના સંયુક્ત ઉપક્રમે બિન-શૈક્ષણિક સ્ટાફ માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NEP 2020 અંતર્ગત વહીવટી સ્ટાફને ડિજિટલ ટૂલ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ગવર્નન્સ રિફોર્મ્સ દ્વારા વધુ કાર્યક્ષમ બનાવવા માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો છે.