ભુજમાં ઉનાળામાં પાણીની તંગી નિવારવા નર્મદાના વધુ જથ્થા માટે રજૂઆત કરાશે.ભુજ શહેરમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે નગરપાલિકા દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. વોટર સપ્લાય કમિટીના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું કે, હાલ મળતા 45 MLD પાણીમાં વધુ 10 MLDનો વધારો મેળવવા ધારાસભ્ય અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે. શહેરમાં દર ત્રીજા દિવસે વ્યવસ્થિત પાણી વિતરણનું આયોજન પણ ઘડાયું છે.