અમદાવાદમાં વાડીગામની પોળમાં માત્ર મહિલાઓ માટે થાય છે ગરબા, 1985ના કર્ફ્યુમાં માતાજીના ચમત્કારની અનોખી લોકવાયકા
અમદાવાદની વાડીગામની પોળમાં નવરાત્રિની એક અનોખી અને ઐતિહાસિક પરંપરા આજે પણ જીવંત છે. અહીં છેલ્લા 150થી 200 વર્ષથી માત્ર મહિલાઓ અને બાળાઓ જ ગરબા રમે છે. મહિલાઓના માન-સન્માન અને વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા માટે અહીં પુરુષો ગરબામાં ભાગ લેતા નથી.
આ સ્થળ સાથે 1985ના કર્ફ્યુ સમયની એક ચમત્કારિક લોકવાયકા પણ જોડાયેલી છે. સ્થાનિકોની માન્યતા અનુસાર, કોમી રમખાણો દરમિયાન કર્ફ્યુમાં ફરજ બજાવતા સૈનિકોને માતાજીએ બાળસ્વરૂપે દર્શન આપ્યાં હતાં. આ ઉપરાંત મંદિરના કૂવામાંથી માતાજી પ્રગટ થયાની પણ લોકમાન્યતા છે.
આજે પણ 100થી 150 સ્વયંસેવકો અને સ્થાનિક વડીલોના માર્ગદર્શન હેઠળ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. શું છે આ અનોખી પરંપરાનો ઇતિહાસ? શા માટે અહીં માત્ર મહિલાઓ જ રમે છે ગરબા? અને શું છે 1985ના કર્ફ્યુ સાથે જોડાયેલી લોકવાયકા? જુઓ Hum Dekhenge Newsનો ખાસ અહેવાલ.
#humdekhengenews #ahmedabadgarba #navratri2026 #traditionalgarba #ahmedabadnews