મુન્દ્રા: મુન્દ્રાના બારોઈમાં એલસીબીના દરોડા: ખંડેરમાંથી રૂ. ૧.૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Mundra, Kutch | Sep 22, 2026 પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મુન્દ્રા તાલુકાના બારોઈ વિસ્તારમાં દરોડો પાડીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમ પેટ્રોપલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બારોઈ ગામમાં આવેલા જૈન સેનેટેરિયમ સામેના એક ખંડેર વરંડામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી ગેરકાયદેસર રીતે છુપાવેલો રૂ. ૧,૧૪,૦૬૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.