ચુડા પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચુડા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચુડા થી બે કિમી પાંજરાપોળ તરફ જવાના માર્ગે અજય મસાણી ની વાડીએ ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ચુડા પોલીસે દરોડો પાડ્યો હતો. વાડીમાં થી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 190 જપ્ત કરી રૂપિયા 22800 નો મુદામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં અજય મસાણી તેની વાડીએ સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.