ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામે આદિવાસી મહિલા સંમેલન અને બીજ મેળો યોજાયો: પ્રાકૃતિક કૃષિ અપનાવવા હાકલ
ઘોઘંબા તાલુકાના ખાન પાટલા ગામે ‘આનંદી સંસ્થા’ દ્વારા આદિવાસી મહિલા સંમેલન અને બીજ મેળો યોજાયો હતો, જેમાં મહિલાઓનો ઉત્સાહ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.આ કાર્યક્રમમાં હાલોલની પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સી. કે. ટીંબાડીયાએ ખાસ ઉપસ્થિત રહીને જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી. આ સાથે જ તેમણે આનંદી સંસ્થાને ગ્રામીણ સ્તરે એવા પ્રયાસો કરવા વિનંતી કરી, જેથી વિસ્તારના તમામ નાના અન