માંડવી: કાઠડા ગામે ખેતરના સેડામાં આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
Mandvi, Kutch | Jun 24, 2026 માંડવી : તાલુકાના કાઠડા ગામ મધ્યે બપોરે અગમ્ય કારણોસર આગનો બનાવ બનેલ હતો. જે આગ બુઝવવા માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી.આગની ઘટના અંગે માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરમ ગઢવીએ બપોરે માંડવી ફાયર બ્રિગેડ ટીમના ભૂપેન્દ્ર સલાટનો સંપર્ક કરેલ હતો.માંડવી નગરપાલિકાના હેડ ક્લાર્ક મનજી પરમારની સૂચના અન્વયે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.કાઠડા ગામે બાવાજી ફળિયામાં આવેલ આશાભાઈ ગઢવીના ખેતરના સેડામાં બપોરે આગનો બનાવ બનેલ હતો.