ભચાઉ: યુરો મલ્ટી વિઝન કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાઈટર પ્રવિણ દાફડાએ વિગતો જણાવી
Bhachau, Kutch | Jun 13, 2026 શનિવારે મોડી સાંજે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નવાગામ નજીક આવેલ બંધ પડેલ ડીવીડી બનાવતી યુરો મલ્ટી વિઝન નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા.