તિલકવાડા: નર્મદાની દીકરી સાયમાં ઠાકોરની ઈન્ડિયા A ટીમમાં પસંદગી
નર્મદા જિલ્લાના તિલકવાડાના નલિયા ગામની સાયમાં ઠાકોરની ઈન્ડિયા A મહિલા T20, ODI અને મલ્ટી-ડે ટીમમાં પસંદગી થતા ગામમાં ખુશીનો માહોલ છે. સાયમાની આ સિદ્ધિ બદલ લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી રહ્યા છે.