30 કલાક બાદ AMCનું જેટિંગ મશીન પહોંચ્યું! ગટરમાં પડેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીની શોધખોળ | Big Update News
અમદાવાદના વિશાલા શાસ્ત્રી બ્રિજથી નારોલ તરફના માર્ગ પર 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ગટરમાં ખાબક્યાની ઘટનામાં મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ઘટનાના 30 કલાક બાદ રાત્રે 12 વાગ્યે AMCએ સીવર જેટિંગ મશીન મોકલ્યું છે. બાળકીની શોધખોળ ચાલી રહી છે અને તે સલામત મળી આવે તેવી સૌ આશા રાખી રહ્યા છે.
ઓવરબ્રિજની કામગીરી ચાલી રહેલા આ માર્ગ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં અને મશીન મોકલવામાં 30 કલાક કેમ લાગ્યા, તેવા ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. જવાબદાર એજન્સીની ભૂમિકા અને ઘટનાની જવાબદારી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
#ahmedabad #amc #gujaratnews #rescueoperation #humdekhengenews #hiteshbarot #narolsarkhejhighway