વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબરે ચેન્નઈ મેટ્રોમાં તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય સાથે મુસાફરી કરી. બંને નેતાઓએ પોરુર બાયપાસથી પૂનામલ્લી બાયપાસ સ્ટેશન સુધી જઈ પરત મુસાફરી કરી. મોદીએ ચેન્નઈ મેટ્રોના ફેઝ-2ના પ્રથમ કાર્યરત વિભાગનું ઉદ્ઘાટન કર્યું. પૂનામલ્લી બાયપાસથી વડાપલાનીને જોડતો આ વિભાગ આશરે 15 કિલોમીટર લાંબો છે. આ મેટ્રો વિભાગ આશરે ₹4,900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. પોરુર બાયપાસ સ્ટેશનથી પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી.
#chennaimetro #narendramodi #tamilnadu #metrophase2 #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 11, 2026