દેત્રોજ રામપુરા: ગ્રામ્ય કોર્ટમાંથી આરેપીઓ ફરાર થવા મામલે નવરંગપુરા પોલીસમાં નોંધાઈ ફરિયાદ
નવરંગપુરા ગ્રામ્ય કોર્ટમાંથી સજા સાંભળ્યા બાદ બે આરોપીઓ ફરાર થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૧૭ જૂને પોક્સો કેસના આરોપી સાહિલકુમાર મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજ કુમારને કોર્ટે સજા ફટકારતાં જ, તેઓ વકીલને બોલાવવાનું બહાનું કાઢીને કોર્ટ રૂમમાંથી નાસી છૂટ્યા હતા. ધરપકડ ટાળવા ઈરાદાપૂર્વક ભાગી છૂટેલા આ બંને નરાધમો વિરૂદ્ધ ગ્રામ્ય કોર્ટના ડેપ્યુટી રજીસ્ટ્રારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.