સ્લગ: વલસાડમાં DJના ભાવને લઈ ગરમાયેલો વિવાદ, સમગ્ર બદનામી DJ સંચાલકોના માથે કેમ?
વલસાડ શહેરમાં ગણેશોત્સવને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સાઉન્ડ સિસ્ટમ એટલે કે DJના ભાવને લઈને ચર્ચા અને વિવાદ ગરમાયો છે. આ સમગ્ર મામલે સવાલ એ છે કે શું ખરેખર DJ સંચાલકો મનફાવે તેવા ભાવ વસૂલી રહ્યા છે કે પછી DJના નામે લેવામાં આવતી કુલ રકમ પાછળ અન્ય ખર્ચ પણ સામેલ છે?
વલસાડ શહેરમાં 300થી વધુ ગણેશ મંડળો કાર્યરત છે અને દરેક મંડળની જરૂરિયાત તથા પસંદગી અલગ અલગ હોય છે. જેના કારણે મંડળો પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે અલગ અલગ DJ સંચાલકોનો સંપર્ક કરતા હોય છે.
DJ સંચાલકોના જણાવ્યા મુજબ માત્ર તેમના પોતાના સ્પીકર અને એમ્પ્લિફાયર માટેનો ચાર્જ અંદાજે 15થી 20 હજાર રૂપિયા જેટલો હોય છે. પરંતુ ગણેશોત્સવના આયોજનમાં માત્ર સાઉન્ડ સિસ્ટમ જ નહીં, પરંતુ અન્ય અનેક સાધનોની પણ જરૂરિયાત રહેતી હોય છે.
આમાં ટેમ્પોનું ભાડું આશરે 10 હજાર રૂપિયા, 40 KVA કે તેથી વધુ ક્ષમતાના જનરેટરનું ભાડું અંદાજે 10થ�
Valsad, Valsad | Aug 20, 2026