દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરના પાવાગઢ રોડ અને છોટાઉદેપુર રોડ વિસ્તારમાં આવેલા 64 દુકાનોના વિવાદિત શોપિંગ સેન્ટરને લઈને ફરી એકવાર તંત્રની કાર્યવાહી સામે આવી છે.
અખબારી અહેવાલ મુજબ, આ બાંધકામ સરકારી પડતર જમીન પર થયેલું હોવાનો મુદ્દો અગાઉથી વિવાદમાં રહ્યો છે. આ મામલે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી સુધી કાર્યવાહી પહોંચી હતી અને 7 જુલાઈ 2023ના રોજ સંબંધિત પ્રાંત અધિકારીને નિયમ મુજબ કાર્યવાહી કરી દબાણ દૂર કરવા તથા અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
જોકે, હુકમ બાદ લાંબો સમય વીતી જવા છતાં કાર્યવાહી અંગે સવાલો ઉઠતા રહ્યા હતા. અગાઉ તંત્ર દ્વારા આ 64 દુકાનોને સરકારી સીલ મારવામાં આવી હતી.
પરંતુ હવે આ મામલે વધુ એક સવાલ ઉભો થયો છે. તંત્ર દ્વારા લગાવવામાં આવેલા સીલને અજાણ્યા શખ્સોએ ખોલી નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી.
જે બાદ આજે દેવગઢ બારિયા નગરપાલિકા અને મામલતદાર કચેરીના અધિકારીઓની હાજરીમાં સ્થળ પર ફરી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 64 �
Dohad, Dahod | Sep 30, 2026