અબડાસા: અબડાસાના નાગિયા નજીક યુવાન પર હુમલો
Abdasa, Kutch | May 9, 2026 અબડાસા તાલુકાના નાગિયા-પીથોરા નગર રોડ પર યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. મોહનસિંહ શેરસિંહ સોઢાની ફરિયાદ મુજબ રાણસિંહ બળવંતસિંહ સોઢા અને મહાવીરસિંહ ખાનસિંહ સોઢાએ મનદુઃખ રાખી ગાળો આપી લોખંડના સળીયા અને ધોકાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે નલિયા પોલીસમાં ગુનો નોંધાયો છે.