ઘોઘંબા: સિમલીયા કોલેજમાં GPSC પરીક્ષા માટે મફત વર્ગો શરૂ
ઘોઘંબા તાલુકાની શ્રી એસ. પી. પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયા અને કોમ્પિટિશન ગુરુકુળ એકેડમી, ગોધરાના સંયુક્ત ઉપક્રમે GPSC સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક વર્ગોનો પ્રારંભ થયો છે. સંસ્થાના પ્રમુખ નટવરસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગુરુકુળ એકેડેમીના સંચાલકો લક્ષ્મીકાંત ચૌહાણ અને દિનેશભાઇ પ્રણામી તેમજ પ્રિન્સિપાલ ડૉ. દિલીપકુમાર અમીન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્રણ મહિના ચાલનારા આ વર્ગોમાં ૮૦થી વધુ વિદ્યાર્થીઓ પ્ર