માંડવી: મસ્કા ખાતે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન માટે ભવ્ય આયોજન, રાજગોર સમાજ ના અગ્રણીઓ એ આપી વિગતવાર માહિતી
Mandvi, Kutch | Apr 11, 2026 માંડવી તાલુકાના મસ્કા ગામ ખાતે પ્રખ્યાત વક્તા ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચનનો ભવ્ય કાર્યક્રમ આગામી 24 એપ્રિલ, શુક્રવારના રોજ યોજાનાર છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખીને રાજગોર સમાજના અગ્રણીઓ દ્વારા આયોજનની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી હતી. અગ્રણી સભ્યો દ્વારા જણાવાયું કે કાર્યક્રમ દરમિયાન આવનારા શ્રોતાઓ માટે પાર્કિંગ, પ્રસાદ તથા બેઠક વ્યવસ્થા વિશેષ રીતે સુનિશ્ચિત કરવામાં આવી છે.