ભરૂચ: ભરૂચ પાલિકા દ્વારા ચોમાસા પૂર્વ તૈયારી શરૂ ઝાડોની છટણી સહિત 70 વધુ જર્જરિત ઈમારતોના માલિકોને નોટિશ આપવામાં આવી.
પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય રસ્તાઓ પર ઊગેલા ઝાડોની છટણી કરવાની કામગીરી શરૂ થવાની છે, જેથી વાહનવ્યવહાર પર કોઈ અડચણ ન ઊભી થાય અને વીજતારો સાથેની શક્ય ટકરાવની સમસ્યા ટાળી શકાય.તદુપરાંત, શહેરભરમાં ૭૦થી વધુ જર્જરિત ઈમારતોની ઓળખ કરવામાં આવી છે. પાલિકા દ્વારા આ તમામ ઈમારતોના માલિકોને નોટિસ પાઠવીને તાત્કાલિક ઈમારતો ખાલી કરવા અને જરૂર જણાય તો તોડી પાડવાની સૂચનાઓ અપાઈ છે.