ભરૂચ: જિલ્લામાં મીની વાવાઝોડા વરસાદના કારણે 1750 હેક્ટરમાં ખેતીના ઉભા પાકને નુકસાન થયું હોવાનું તંત્રના સર્વેમાં સામે આવ્યું
જિલ્લામાં તાજેતરમાં ફુકાયેલી મીની વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.ત્યારે ખેતીવાડી વિભાગની 55 ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં છ થી સાત દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે.આમ 33% જમીનમાં ખેતીના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે.