ભરૂચ: સિટી સેન્ટરમાં આવેલ શુભમ કે માર્ટમાં આઇ. સી.આઈ.સી.આઈ બેંકના લોગો વાળા શર્ટનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતા પોલીસ ફરિયાદ
રાજપારડીની શિવ દર્શન સોસાયટીમાં રહેતા પ્રિતેશ કુમાર પંડ્યા ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ આઈ.સી.આઈ.સી.આઈ બેંકમાં રિઝનલ સર્વિસ મેનેજર તરીકે નોકરી કરે છે.જેઓને ભરૂચ સિટી સેન્ટરમાં આવેલ શુભમ કે માર્ટમાં આઇ. સી.આઈ.સી.આઈ બેંકના લોગો વાળા શર્ટનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું.જે શર્ટ અંગે તપાસ કરતા હરિયાણાની શૈલી શોપિંગ નામની કંપની આઈ.સી.આઈ.સી.આઈ કંપનીની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર બેકનો લોગાનો ઉપયોગ કરતા ફરિયાદ નોંધી હતી.