NA રિવાઈઝ અને નગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આખેઆખી હોટલ/ઢાબાનું ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું ???
.
આ વિવાદિત બાંધકામ સામે ગત ૩૧/૦૧/૨૦૨૫ ના રોજ માનનીય કલેક્ટર દ્વારા 'સ્ટે' આપવામાં આવ્યો હતો.
.
કલેક્ટરના સ્ટે ઓર્ડરના એક વર્ષ કરતાં વધુ સમય પછી પણ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ ગેરકાયદેસર હોટલનું આજે ઓપનિંગ (ઉદ્ઘાટન) પણ થઈ ગયું!
'જિલ્લા સ્વાગત કાર્યક્રમ' થી લઈ 'સંકલન સમિતિ' સુધી 'શ્રી નાથજી ઢાબા' ના બિનઅધિકૃત બાંધકામનો મુદ્દો જોરશોરથી ગાજ્યો છે.
.
"ગરીબ માણસ મંજૂરી વગર પોતાના ઘરની એક ઈંટ પણ મૂકે તો તંત્રનું બુલડોઝર તરત પહોંચી જાય છે, જ્યારે મોટા અને પ્રભાવશાળી લોકો આખી હોટલ ઊભી કરી દે તો તંત્ર કાચબાની ગતિએ કેમ ચાલે છે? શું કાયદા માત્ર ગરીબો માટે જ છે?"
'શ્રી નાથજી ઢાબા' ને સીલ કરવામાં આવે છે કે કેમ, તેના પર મોડાસાની જનતા અને મીડિયાની તીક્ષ્ણ નજર રહેશે.
#modasa #marumodasa #modasacity #aravalli #sabarkantha