ગારિયાધાર: સોશિયલ મીડિયા પોસ્ટ ના પડઘા ગારીયાધારમાં પડયા
સોશિયલ મીડિયા પોસ્ટ ના પડઘા ગારીયાધારમાં પડયા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને લઈને મામલો ગરમાયો છે. આ પોસ્ટથી સમાજની લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરતાં ગારિયાધાર સમસ્ત સૈયદ પરિવારે જવાબદાર વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સમસ્ત સૈયદ પરિવારે જણાવ્યું છે કે સમાજની લાગણીને ઠેસ પહોંચાડે તેવી કોઈપણ હરકત સહન કરવામાં આવશે નહીં અને આવા કૃત્ય સામે તંત્ર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.