કચ્છના નાના રણમાં વછરાજ ધામ જતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ફસાયા
દર્શનાર્થે ટ્રેક્ટર લઈને ગયેલા શ્રદ્ધાળુઓ વરસાદી માહોલ વચ્ચે અટવાયા
ગઇકાલે મોડી રાત્રે અચાનક વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા રણ વિસ્તારમાં સ્થિતિ બગડી હતી
રણ વિસ્તારમાં અંધારું અને ખરાબ હવામાનને કારણે શ્રદ્ધાળુઓ માર્ગ ભૂલ્યા હતા
ઘટનાની જાણ થતા આડેસર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી
પોલીસે ફસાયેલા લોકોને સલામત રીતે રણ વિસ્તારમાંથી બહાર કાઢ્યા
#police #rescue #gujratpolice👨🏻✈️ #rescuer #kutchdiaries