મતદાર યાદીમાંથી નામો કમી કરાતા કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત: આંદોલનની ચીમકી કલેક્ટર કચેરીએ એસઆઈઆરની કામગીરીમાં અનેક નામો કમી કરાતા રફીકભાઈ મારાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બીએલઓ (BLO) એ પણ નામો સાચા હોવાની પુષ્ટિ કરી છે. આ કાર્યવાહીને 'ભાજપ પ્રેરિત' ગણાવી ચીમકી અપાઈ છે કે જો નામો ફરી નહીં ઉમેરાય તો કલેક્ટર કચેરીમાં 'ભાજપ કાર્યાલય' લખી વિરોધ કરાશે.