આણંદ: દિવાળીના તહેવારને લઈ કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસ ઝુંબેશ.....
દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.....
તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરવા અને એક્સપાયરી થયેલી વસ્તુઓનું વેચાણ ન થાય તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે......