માંડવી: માંડવી સુમતિનાથ કોમ્પ્લેક્સ પાસેનો રોડ વહેલી તકે બનાવવા માંગ
Mandvi, Kutch | May 7, 2026 માંડવી ખાતે સુમતિનાથ કોમ્પ્લેક્સથી પીજીવીસીએલ તરફ જતા રોડનું કામ છેલ્લા આઠ મહિનાથી અધૂરું પડ્યું હોવા થી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. રોડનું ખોદકામ કર્યા બાદ કામ અટકી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયું હતું. આ મામલે માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ છે. રોડનું કામ સત્વરે પૂર્ણ કરવાની માંગ ઉંચારાઈ છે.