કરજણ: નારેશ્વર ધામ ખાતેથી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે નર્મદા જળનું પૂજન કરી,રથ ને શ્રધ્ધાભેર વડોદરા ખાતે જવા રવાના કર્યો હતો.
સંસ્કારી નગરી વડોદરામાં માહેશ્વરી યુવા સંગઠન દ્વારા સૌ પ્રથમ વખત કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે .જેને લઇને માહેશ્વરી યુવા સંગઠનના યુવાનો આજે બપોરે નારેશ્વર ધામ ખાતે આવી પહોંચ્યા હતાં.જ્યાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા નર્મદા જલનું પૂજન કરાયાં બાદ માહેશ્વરી યુવા સંગઠનના યુવાનોના રથ ને શ્રધ્ધાભેર વડોદરા ખાતે જવા રવાના કરાયો હતો.