કરજણ: કરજણમાં ઠાકોરવાસ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં આંક ફરકનાં આંકડા લખી જુગાર રમાડતો ઇસમ ઝડપાયો
કરજણ પોલીસ સ્ટાફના માણસો સાંજના સમયે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલાં હતાં.તે દરમિયાન ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે કરજણ ના ઠાકોરવાસમાં આવેલ ખુલ્લી જગ્યામાં એક ઈસમ આંક ફરકના આંકડા લખી જુગાર રમાડે છે.જે અંગેની મળેલી બાતમીના આધારે કરજણ પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી સ્થળ પરથી એક ઈસમને ૭૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.