કરજણ: કરજણ BRC ભવન ખાતે કરજણ ફાયર વિભાગ દ્વારા વિવિધ સરકારી સ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ.
શિક્ષણ વિભાગના સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત કરજણ ફાયર વિભાગ દ્વારા કરજણ સ્ટેશનના ફાયર ઓફિસર ના માર્ગદર્શન હેઠળ આજે બપોરે કરજણ બી.આર.સી.ભવન ખાતે ફાયર સેફ્ટી અંગેની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સરકારી સ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને ફાયર તેમજ ઇમરજન્સીના સમયે સ્વ બચાવ કરવા માટે લેવાના થતાં પગલાંઓ અંગે માહિતગાર કરાયાં હતાં.