કરજણ: રારોદ ગામે આવેલ સરકારી પશુ દવાખાનાની પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં પકડાયેલ 2 ઈસમો સહિત 5 સામે ગુનો નોંધાયો.
કરજણ પોલીસ સ્ટાફના માણસો સાંજના સમયે નારેશ્વર બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ માટે નીકળેલા હતાં.તે દરમિયાન બાતમીદારથી મળેલ બાતમીના આધારે રારોદ ગામે રેડ કરી સરકારી પશુ દવાખાના પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 5 ઈસમો પૈકી બે ને ઝડપી પાડયા હતાં.જ્યારે ત્રણ પોલીસને ચકમો આપીને નાસી છૂટયા હતા.જેથી કરજણ પોલીસે પકડાયેલ અને નાસી છૂટેલ ઈસમો મળી કુલ 5 ઈસમો સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.