પોરબંદર: પોરબંદરમાં બેદરકારીથી કાર ચલાવતા મોપેડને ટક્કર, ચાલકને ગંભીર ઈજા
પોરબંદરમાં ડાયમંડ ટ્રાન્સપોર્ટ પાસે કાળા રંગની કારે મોપેડને ટક્કર મારતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. પગમાં ફ્રેક્ચર અને અન્ય ઈજાઓ સાથે સારવાર અર્થે ખસેડાયા છે. કમલાબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.