પોરબંદર: પોરબંદરમાં કચરાના મામલે વૃદ્ધ અને પરિવાર પર હુમલો, બેટ અને છરીથી ઈજા
પોરબંદરના છાયા નવાપરા રામનાથ સોસાયટીમાં કચરો નાખવા બાબતે થયેલા ઝઘડામાં વૃદ્ધ અને પરિવાર પર હુમલો થયો છે. આરોપીઓએ વૃદ્ધને બેટ મારી અને સાહેદને છરીના ઘા માર્યા છે. પોલીસ દ્વારા હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે.