*વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે, તા. ૧૫મીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે*
----
*જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંગે જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ*
----
*નાનાપોંઢામાં ૧૫ હજાર લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે, ૯૦૦ મીટરની શોભાયાત્રા નીકળશે*
----
*૯,૧૪૬ લાભાર્થીઓને ૮૮૬ હેક્ટર જંગલ જમીન અને રૂ. ૨૬.૩૫ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાશે*
----
*જિલ્લામાં રૂ. ૪૮.૩૧ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, કલગામ એકલવ્ય સ્કૂલ માટે રૂ. ૯૨.૯૬ કરોડનું ખાતમુહૂર્ત કરાશે*
----
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ નવેમ્બર
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જનજાતીય ગૌરવ દિવસ - ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના અધ્�
Valsad, Valsad | Nov 12, 2026