ઘોઘંબા: રાયણના મુવાડામાં જૂની અદાવતમાં મહિલા પર હુમલો કરી માથામાં લાકડી ફટકારી લોહીલુહાણ કરાતા ચાર શખ્સો સામે ગુનો દાખલ
ઘોંઘંબા તાલુકાના રાયણના મુવાડા ગામે જૂની અદાવતમાં ૨૨ વર્ષીય મહિલા રેખાબેન પરમાર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. રેખાબેન જ્યારે શાકભાજી લેવા જઈ રહ્યા હતા, ત્યારે તેમના જ ફળિયાના ચાર શખ્સોએ તેમને રસ્તામાં આંતરીને ગાળો આપી હતી. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ રેખાબેનના વાળ પકડી નીચે પાડી દીધા હતા અને માથામાં બાવળનું લાકડું ફટકારી લોહીલુહાણ કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ હુમલા અંગે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રાજગઢ પોલીસે મધુબેન, યોગેશભાઈ, અનીલભાઈ અને