કતારગામની રેશનિંગ દુકાનમાં મોટો વિવાદ! 323 કટ્ટા અનાજ સગેવગે થયાનો આક્ષેપ, દુકાન સીલ
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી K-39 રેશનિંગ દુકાનમાં ગેરરીતિના આક્ષેપોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
સામાજિક કાર્યકર્તાની ફરિયાદ બાદ પોલીસ અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ફરિયાદમાં રેશનિંગ દુકાનમાંથી 323 કટ્ટા અનાજ સગેવગે થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ દુકાનને સીલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
દરોડા સમયે દુકાનમાંથી બે લોકો ભાગી ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સ્ટોકમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વચ્ચે મામલો મામલતદાર અને કલેક્ટર સુધી પહોંચતા તપાસ હાથ ધરાઈ છે.
#suratbreaking #suratnews #newsupdate #hotlinenews #breakingnews
surat ration shop, surat rationing shop, katargam ration shop, k39 ration shop, k39 rationing shop surat, surat ration scam, ration shop irregularities, 323 katta grain, 323 katta anaj, surat
Udhna, Surat | Oct 1, 2026