ઘોઘંબા: ઘોઘંબા પંથકના ખેડૂતો મુશ્કેલીમાં: ટેકાના ભાવે ખરીદીની ઓછી મર્યાદાથી ભારે રોષ
ઘોઘંબા પંથકમાં ટેકાના ભાવે અનાજ ખરીદીની નવી સરકારી મર્યાદા મકાઈ ૧૫૦૦ કિલો, બાજરી ૨૦૦૦ કિલો અને જુવાર ૧૦૦૦ કિલોને કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. APMC ખાતે અનાજનો મોટો જથ્થો લાવેલા ખેડૂતો આ અચાનક નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયા છે. ખુલ્લા બજારમાં ભાવો ખૂબ જ નીચા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. બીજી તરફ, ચોમાસું શરૂ થતાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ખેડૂતો કોઈ પણ મર્યાદા વિના પૂરેપૂરો જથ્થો ખરીદવાન