અમદાવાદમાં રથયાત્રા પૂર્વે સુરક્ષાનો કડક ઘેરાવો, પોલીસ એક્શનમાં
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા શહેરભરમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફ્લેગ માર્ચ સાથે ‘ઓપરેશન ક્લીન સ્વીપ 2.0’ અંતર્ગત માત્ર 24 કલાકમાં ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ અને ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝોન-7ના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ વિશેષ અભિયાનમાં 500થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા અને દરેક નાગરિક તથા શ્રદ્ધાળુની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ સંપૂર્ણ તૈયાર હોવાનું આ અભિયાન સાબિત કરે છે.
(AmdavadPolice, RathYatra2026, OperationCleanSweep2, GujaratPolice)
#AmdavadPolice #RathYatra2026 #OperationCleanSweep2 #GujaratPolice