વારાણસીથી વડનગર ભવ્ય બાઈક રેલીને લઈને ઝાલોદમાં તૈયારીઓ શરૂ
આગામી 3 તારીખ ના રોજ યોજાનારી વારાણસીથી વડનગર ભવ્ય બાઈક રેલીને લઈને ઝાલોદમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા રેલીના આયોજનને લઈને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રેલીના આયોજન અંગે ઝાલોદ APMC ખાતે સંકલન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રેલીના રૂટ, વ્યવસ્થા, સ્થળ આયોજન તેમજ અન્ય જરૂરી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સંકલન બેઠક બાદ ઠુંઠીકંકાસિયાથી ઝાલોદ સુધીના નિર્ધારિત રોડ મેપ અને વિવિધ સ્થળોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ ન સર્જાય અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે સ્થળ પર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી 3 તારીખના રોજ યોજાનારી બાઈક રેલીને લઈને સ્થાનિક સ્તરે પણ તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. રેલીના રૂટ પર જરૂરી સંકલન, વ્યવસ્થા અને કાર્યક્રમ�