ગારિયાધાર: રૂપાવટી ગામમાં વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભી રહેલી પાણીની ટાંકીનો અંત આવ્યો છે.
ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભી રહેલી પાણીની ટાંકીનો અંત આવ્યો છે. ગ્રામજનો માટે જોખમરૂપ બનેલી આ ટાંકી અંતે તંત્ર દ્વારા ધરાશાયી કરવામાં આવી છે, જેના કારણે ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ટાંકી લાંબા સમયથી બિનઉપયોગી હતી અને તેની હાલત એટલી ખરાબ બની ગઈ હતી કે ક્યારે પણ ધરાશાયી થઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એવી ભીતિ હતી. ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર સક્રિય બન્યું અને અંતે કાર્યવાહી હાથ