માંડવી: માંડવી તાલુકા પંચાયત ગોધરા બેઠક: કોંગ્રેસ ઉમેદવાર પ્રકાશ ગઢવીનો વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભરાયો
Mandvi, Kutch | Apr 10, 2026 માંડવી તાલુકા પંચાયતની ગોધરા બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી પ્રકાશ ગઢવી દ્વારા આજે વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.ફોર્મ ભરવાના કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને “વિજય નિશ્ચિત છે”ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, પ્રકાશ ગઢવી જનતા સાથે સતત જોડાયેલા રહ્યા છે.