વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ખાતે સ્થિત શાકભાજીની દુકાન પર, સ્વતંત્રતા દિવસના અવસરે એક અદભૂત નજારો જોવા મળ્યો હતો. દુકાનદાર ભાઈએ પોતાની દુકાનને તિરંગાની થીમ પર સંપૂર્ણપણે સજાવી છે, જેમાં કેસરી, સફેદ અને લીલા રંગો પ્રભાવી છે. આ સજાવટ એટલી આકર્ષક છે કે ગ્રાહકો પણ અહિંયા આવીને આ ઉત્સવમાં સામેલ થઈ રહ્યા છે
એટલું જ નહીં, દેશભક્તિના ગીતોના મધુર સૂર વચ્ચે, તેઓ આખા માર્કેટમાં એક નવો જુસ્સો ભરી રહ્યા છે. ગ્રાહકો પણ ખુશીથી ખરીદી કરી રહ્યા છે અને આ અનોખી પહેલની પ્રશંસા કરી રહ્યા છે