Scenes of garbage accumulation have surfaced near the Ashapuri Khadi Bridge in Surat’s Pandesara area, raising concerns over cleanliness and civic maintenance. Locals have expressed dissatisfaction after videos showing large amounts of waste in and around the khadi went viral. 🗑️
सूरत के पांडेसरा क्षेत्र स्थित आशापुरी खाड़ी ब्रिज के पास गंदगी के दृश्य सामने आए हैं। खाड़ी और उसके आसपास बड़ी मात्रा में कचरा जमा होने से स्थानीय लोगों में नाराजगी देखी जा रही है और सफाई व्यवस्था पर सवाल उठ रहे हैं। 🗑️
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આશાપુરી ખાડી બ્રિજ પાસે ગંદકીના દૃશ્યો સામે આવ્યા છે. વાયરલ થયેલા વિડિયોમાં ખાડીમાં મોટી માત્રામાં કચરો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ખાડી કિનારે અને વૃક્ષોની આસપાસ પણ માટીના બદલે કચરો ફેલાયેલો નજરે પડે છે. જાહેર રસ્તા પર પણ કચરો પડેલો હોવાના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્વચ્છતા મામલે દેશભરમાં આગવું સ્થાન ધરાવતા સુરતમાં આવા દૃશ્યો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. સ્થાનિકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. 🗑
Udhna, Surat | Jun 22, 2026