માંડવી: માંડવી તાલુકા પંચાયતની ૩ બેઠકો બિનહરીફ: ભાજપમાં આનંદની લહેર
Mandvi, Kutch | Apr 15, 2026 માંડવી વિધાનસભા મત વિસ્તાર હેઠળ માંડવી તાલુકા પંચાયતની ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થતાં ભાજપમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. નાની વિરાણી બેઠક પરથી પાયલ સોમાભાઈ રાણા, બાયઠ બેઠક પરથી દિનેશ ધનજી માતંગ અને બિદડા-2 બેઠક પરથી શાંન્તાબેન કાનજી સંગાર બિનહરીફ ચૂંટાયા છે. આ જીતને ભાજપ માટે શુભ શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.