મોડાસાના નવજીવન ચોક વિસ્તારમાં કાળી ચૌદશને શનિવારે સાંજે બજારમાં પુરઝડપે અને બેફામ રીતે હંકારાતી કારના ચાલકને આસપાસના શખ્સોએ ગાડી ધીમેથી હંકારવા જણાવતાં એકાએક ઉશ્કેરાઈ ગયો હતો.
.
અને એક એકટીવા ચાલક વેપારી સહિત બે જણાને તમાચા ઝીંકી દઈ ગાળો ભાંડવા લાગતાં મામલો બીચકયો હતો નજીકના પોલીસ સ્ટેશનથી આવેલા પોલીસ કર્મીઓએ પીધેલા ઈસમને ઝડપી કારમાંથી બે બોટલ દારૂ કબ્જે કર્યો હતો.
.
ટાઉન પોલીસે આ ઇસમ વિરૂધ્ધ બીએનએસ, મોટર વાહન અધિનિયમ અને પ્રોહિબીશન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
.
પોલીસે જગદીશ માવજીભાઈ પરમાર (ઉ.વ.૩૬, રહે.સર્વોદયનગર ડુંગરી, મોડાસા) નાઓને ઝડપી આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરિક સંહિતા, મોટર વાહના અધિનિયમ અને પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી રૂપિયા ૧ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો...
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Nov 9, 2026