ઘોઘંબા: ધનેશ્વર-ઉંડવા તૂટેલા CC રોડ પર ડામર કામ અટકાવ્યું.છ મહિનામાં બનેલો રોડ તૂટતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો
ઘોઘંબા તાલુકાના ધનેશ્વર-ઉંડવા વચ્ચે બનેલો સીસી રોડ માત્ર છ મહિનામાં જ તૂટી જતા ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો. તૂટેલા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ડામર કામ શરૂ કરાતા જિલ્લા સદસ્ય રમેશભાઈ રાઠવા સહિત ગ્રામજનોએ સ્થળ પર પહોંચી કામ બંધ કરાવ્યું. સુપરવાઇઝર પાસે કામ અંગે પૂછતા સંતોષકારક જવાબ ન મળતા તે સ્થળ છોડીને ગયો. અગાઉ પણ રોડના કામમાં ગેરરીતિના આક્ષેપ થયા હતા. ડેપ્યુટી એન્જિનિયરે કોન્ટ્રાક્ટરને નોટિસ આપ્યાની સાથે ટૂંક સમયમાં મરામત થશે તેમ જણાવ્યું છે.