માંડવી: માંડવી વોર્ડ નંબર 1 માં ચૂંટણી લક્ષી કોંગ્રેસ કાર્યાલય ખુલો મુકાયો
Mandvi, Kutch | Apr 20, 2026 માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 1 વિસ્તારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ખુલ્લા મુકાનાં પ્રસંગે પક્ષના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે આ કાર્યાલય મારફતે વોર્ડના દરેક વિસ્તારમાં પહોંચી લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવશે અને તેમના ઉકેલ માટે પ્રતિબદ્ધ પ્રયાસો કરવામાં આવશે.